મોરબી: મહેન્દ્રનગર અને ઘુંટુ રોડ પર અલગ અલગ દરોડામાં ચાર જુગારી ઝડપાયા

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ગામના ઝાંપા પાસે તેમજ ઘુંટુ સીએનજી પંપ પાસે જુગારના અલગ અલગ બે દરોડા પાડી જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઘુંટુ રોડ ઉપર સીએનજી પંપ પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી વિનોદ વાલજીભાઈ મકવાણા અને સંજયભાઈ મોહનભાઇ નંદેસરિયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1240 કબજે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ગામના ઝાપા પાસેથી આરોપી અરવિંદભાઈ ખોડાભાઈ ધામેચા અને હિરાભાઈ બચુભાઇ ધામેચાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 980 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.