મોરબી: ચાચાપર ગામે કારખાનામાં લેબર કોલોનીની છત પરથી નીચે પટકાતા યુવાનનું મોત

Advertisement
Advertisement

મોરબીના ચાચાપર ગામે એકતા પોલીપેક નામના કારખાનામા લેબર ક્વાર્ટરમાં રહેતા દિલીપ રાજકુમાર સહાની મોબાઇલમાં વાતો કરતો લેબર કોલોનીના છત ઉપર ગયેલ ત્યારે રાત્રી દરમ્યાન કોઇ કારણસર અકસ્માતે છત ઉપરથી આશરે ૩૦ થી ૩૫ ફુટની ઉંચાઇએથી નીચે લેબર કોલોનીની ચાલીમાં પડતા માંથાના ભાગે ગંભીર ઇજા થતા પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.