રાજ્ય સરકાર દ્વારા સિરામિક સીટી મોરબી શહેરના જુદા જુદા માર્ગોને કરોડો રૂપિયાના ખર્ચે નવા બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે બે દિવસથી મોરબીના જે રોડ ઉપર મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે તેવા પંચાસર રોડને ટકાટક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 3.22 કરોડથી વધુના ખર્ચે સિમેન્ટ રોડ મંજુર કરવામાં આવ્યો છે. પંચાસર રોડ ઉપર ડિમોલિશન કામગીરી પૂર્ણ થતાં જ તાત્કાલિક સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું અને પંચાસર રોડની કામગીરી સ્થાપત્ય કન્ટ્રક્શન નામની પેઢીને કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો હોવાનું સતાવાર રીતે બહાર આવ્યું છે.