મોરબી-વાંકાનેર રેલવે લાઇન ઉપર નજરબાગથી વાંકાનેર તરફ ગઈકાલે માસૂમ અજાણ્યા બાળકની અડધી કપાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં આ બાળકનું માથું ધડથી અલગ થયું હોય એમ માત્ર આ બાળકનું અડધું અંગ એટલે ધડ તરફનો શરીરનો ભાગ મળ્યો હતો. આ બાળકના મોતનું ચોક્કસ કારણ અને મૃતકની ઓળખ મેળવવા આસપાસના તમામ વિસ્તારમાં પૂછપરછ તેમજ રેલવે તેમજ પોલીસ અને અન્યોને પૂછપરછ કરી કોઈનું બાળક ગુમ થયું છે કે કેમ તેની પણ તપાસ કરતા હાલના તબબકે મૃતકની ઓળખ કે મોતનું સાચું કારણ બહાર આવ્યું ન હતું. દરમિયાન આજે ઘટનાસ્થળ નઝરબાગ રેલવે લાઈન પાસેથી આ બાળકની ખોપરી એટલે કે મસ્તીસ્ક પણ મળી આવ્યાની જાણ થતાં બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઇ કે.એ.વાળા સહિતના સ્ટાફે ત્યાં દોડી જઇ આ ખોપરી કબ્જે ક્રિફોરેન્સ્ટિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.