ટંકારા: હળમતીયા ગામે જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ ખેરાર તરીકે ઓળખાતી સીમમાં બે શખ્સોએ વૃદ્ધની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડતા ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાવી છે. મોરબી ભંભોડીની વાડી યોગેશ્વર સો.સા. રવાપર રોડ પર રહેતા અનસોયાબેન રમેશભાઈ નકુમે આરોપી ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા તથા જયંતિભાઈ વાલજીભાઈ સીણોજીયા રહે. બંને હડમતીયા તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, વર્ષ 2022થી આજદીન સુધી આરોપીઓએ ફરીયાદીની માલીકીની હડમતીયા ગામની સીમ સર્વે નં 245 પૈકી 3ની હેક્ટર આર.એ-00-80-94 થી 5 વિઘા જમીન પૈકી આરોપીઓએ 26 ગુઠા જેટલી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી જીરાનું વાવેતર કરી જમીન પચાવી પાડી હતી. જેથી ભોગ બનનાર અનસોયાબેને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક 2020ની કલમ 3, 4(3), 5(ગ) તથા આઇ.પી.સી.કલમ-114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.