મોરબીના વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીરથી આગળ રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોમાં મનીષભાઇ દેવકરણભાઇ ખાણધર, મશરૂભાઇ ગોકળભાઇ કારેથા, અસલમભાઇ કાસમભાઇ દલવાણી, કાદરભાઇ દાઉદભાઇ શેખ, પરેશભાઇ મનુભાઇ પાટડીયાને રોકડ રકમ રૂપિયા 14,700ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.