વાંકાનેરમાં છેલ્લા ૧૭૧ વર્ષથી કાર્યરત પાંજરાપોળ અને ગૌશાળા ૧૦૦૦ થી વધુ ગૌવંશ નિભાવ ભગીરથ કાર્યમાં દાતાઓને દાન આપવા ટ્રસ્ટીઓની અપીલ
બાર વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા પાંજરાપોળ ને પશુધનદીઠ ૨૫ રૂપિયા સબસિડી આપવામાં આવતી જે આજે માત્ર ૩૦ રૂપિયા સબસિડી આપવામાં આવે છે ત્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે આજે પશુધનદીઠ ૭૦ થી ૯૦ રૂપિયા ખર્ચ થાય છે.
વાંકાનેર : ગૌવંશસેવા, જીવદયા અને પશુરક્ષાને વરેલા સેવાભાવી વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર અને મુંબઈ સહિતના ગૌસેવકો દ્વારા અવિરત દાનની સરવાણી વહાવી ગૌ સેવાનો યજ્ઞ હંમેશા માટે જીવંત રાખે છે. વાંકાનેર શહેર તાલુકાનાં વિવિધ સેવાકીય સંસ્થાઓ , ગૌ સેવક મંડળો દ્વારા દર વર્ષે મક્કર સંક્રાંતિ પર્વે વાંકાનેર , રાજકોટ , જામનગર વગેરે શહેરોમાં વાંકાનેર પાંજરાપોળ ગૌશાળા માટે દાન એકત્ર કરવા પંડાલ બનાવી દિવસભર સેવા યજ્ઞ કરે છે.
ચાલુવર્ષે કપરી પરિસ્થિતિ હોવાથી ગુજરાત સરકારે ૧ પશુધનદીઠ રૂા. ૩૦ સબસીડી આપવા નિર્ણય કર્યો છે તેને મહાજનોએ બિરદાવી છે પરંતુ બાર વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા પાંજરાપોળ ને પશુધન દીઠ ૨૫ રૂપિયા સબસિડી મળતી હતી તે આજે પણ માત્ર ૩૦ રૂપિયા જ મળે છે. પરંતુ અસહ્ય મોંઘવારીને કારણે આજે પશુદીઠ રૂા. ૭૦ થી ૯૦ નો દૈનિક ખર્ચ જોતાં ગુજરાત સરકાર સબસીડીનું ૧૨ વર્ષ પહેલા નક્કી થયેલ ધોરણ સુધારી વધુ ઉદાર સહાય સબસીડી આપે તે અનિવાર્ય છે.
ગુજરાત સકરારના ગોબર બેંક બનાવવાના નિર્ણયને વહેલી તકે અમલી બનાવી પાંજરાપોળો ગૌશાળાઓના ગૌમુત્ર-ગોબર ખરીદાય તો આર્થિક રીતે પાંજરાપોળો સ્વનિર્ભર બની શકે તેમ છે.
આ મકરસંક્રાંતિ પર્વે વાંકાનેર પાંજરાપોળની ૯૫૮ ગાયોના નિભાવ માટે ઉદાર હાથે દાન વહાવવા અપીલ કરવામાં આવે સાથે વધુમાં જણાવ્યું હતું કે દરેક નાગરિક પાંજરાપોળ ની એક ગાયને દતક લઈ ગાયનો નિભાવ ખર્ચ ઉઠાવે તેવી અપીલ સાથે ૧૦૧ ગૌવંશ ને દતક લેવાનો નિર્ણય લેવામાં આવેલ.
પ્રજ્ઞેશભાઈ પટેલે – પાંજરાપોળ ટ્રસ્ટી
પાંજરાપોળના ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મેહતાએ પાંજરાપોળમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃતીઓ વિશે વિગતવાર વર્ણન કરી મોંઘવારીના મારથી ગાયોના નિભાવ ખર્ચમાં ધળખમ વધારો થવાથી હાલ પાંજરાપોળ ઉપર અંદાજે ૬૦ લાખનું દેવું છે જેમાંથી બહાર નીકળવા દાતાઓએ છૂટા હાથે દાનની સરવાણી વહેડાવવા અપીલ કરી હતી.