મોરબીના મકનસર ગામે પતિના મોતનો આઘાત સહન ન કરી શકતા ઝેરી દવા પી લેતા પત્નીનું મોત નિપજ્યું છે. મકનસર ગામે રહેતા રાધાબેનના પતિ પ્રવિણભાઇ નારણભાઈ ગઇ તારીખ 07 જાન્યુઆરીના કેન્સરની બિમારીના કારણે મરણ ગયેલા હોય ત્યારથી રાધાબેન ઉંડા માનસિક આઘાતમા સરી પડેલા હોય અને પોતે પોતાના પતિના મોતનો આઘાત સહન નહી કરી શકતા પોતે પોતાની જાતે પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી જતા રાધાબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.