મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલા બંસી કારખાના નજીક જાહેરમાં જુગાર રમી રહેલા બે આરોપી ઝડપાયા છે. જાહેરમાં જુગાર રમતા કેશવજીભાઈ મુળજીભાઈ કાલરીયા અને રમેશભાઇ અરજણભાઇ વરસડાને માળીયા પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.