મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડ મેન રોડ મારૂતી કરીયાણા સ્ટોરની બાજુમાં રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. સામાકાંઠે હાઉસીંગ બોર્ડ મેન રોડ પરથી આરોપી મનિષભાઇ ઉર્ફે પેંગો જયકિશન અનાવાડીયા રહે. સતનામ એપાર્ટમેન્ટ 04, લાયન્સનગર મોરબી મૂળ રહે. સુરેન્દ્રનગરવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-03 કિંમત રૂપિયા 1125ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.