મોરબી વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 57 બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. ઉમીયા પાર્ક સોસાયટીમાં આરોપી સુરેશભાઈ રતનભાઈ બરાલા અને સુઝલભાઈ ચંદુભાઈ પાંચોટીયાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-57 કિંમત રૂપિયા 25935ના મુદ્દામાલ સાથે આરોપી સુરેશભાઈ રતનભાઈ બરાલા અને સુઝલભાઈ ચંદુભાઈ પાંચોટીયાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક ઈસમ કેતનદાન મહેન્દ્રદાન બારહટ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.