વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે ઢુવા ગામે રહેતા મુકેશભાઈ બાબુભાઈ કારેલીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી. ત્યારે તેના ઘરમાં ફળિયામાં પોલીસ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યાંથી પ્લાસ્ટિકના મોટા ઝબલામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 108 બોટલો મળી આવી હતી. પોલીસે 42,900ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂની બોટલો રમેશભાઈ ચોથાભાઈ કિહલા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપેલ છે. જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.