મોરબી: પંચાસર ગામે બાઈક પરથી નીચે પટકાતા યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબીના પંચાસર ગામની સીમમાં દાદુભા ઝાલાની વાડી પાસે રસ્તા પર ખાડો આવતા બાઈક પરથી કાબુ ગુમાવતા યુવક નીચે પટકાતા ખેતરની ફરતે લગાવેલ ફેન્સીંગ માંટે સિમેન્ટનો થાંભલો લગાવેલ હોય તેની સાથે ભટકાતા ગંભીર ઈજા પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. વિજયભાઈ નારાયણભાઈ કટારા રહે. પંચાસર ગામની સીમમાં મહાવીરસિંહ દિલુભા ઝાલાની વાડીએ પોતાના હવાલા વાળુ મોટરસાયકલ રજીસ્ટર નંyj GJ-03-ED-9353નું લઇ જતો હતો ત્યારે વાડીના રફ રસ્તામાં ખાડાઓ આવતા મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા બાજુના ખેતર ફરતે તાર ફેન્સીંગ માટે સિમેન્ટનો થાંભલો લગાવેલ હોય ત્યા મોટરસાયકલ નીચે પડી જતા સિમેન્ટના થાભલા સાથે વિજયના માથાનો ભાગ અકસ્માતે ભટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.