મોરબીની ભરતનગર, નિધિ પાર્ક, પટેલ નગર, વૈભવનગર, પટેલ પાર્ક, પીજી કલોક, શિવમ સોસાયટી અને ઇન્દિરાનગર સહિતની 10 જેટલી સોસાયટીમાં પાણી નહી આવતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. જેથી કરીને વિસ્તારના ભાજપના પૂર્વ કાઉન્સિલર, સ્થાનીક આગેવાનો અને મહિલાઓ પાલિકા કચેરીએ પહોચી હતી અને ચીફ ઓફિસરની ઓફીસ બહાર જ ધરણા પર બેસી જઈ રામધુન બોલાવી હતી. જ્યાં સુધી ચીફ ઓફિસર તેની રજૂઆત સાંભળી પીવાના પાણી વહેલી તકે આપવાની ખાતરી નહી આપે ત્યાં સુધી ઉભા નહિ થવાની જીદ પકડી હતી જોકે ત્યારબાદ હાજર અધિકારી દ્વારા પાણીની પાઇપ લાઇનમાં પુરતા પ્રેશરથી પાણી વિતરણ કરી અને સોસાયટીઓમાં પૂરતા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.