વાંકાનેર: વાહન પાછુ લેવાનું કહેતા ચાર શખ્સોએ યુવાનને માર્યો માર

Advertisement
Advertisement

 

વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકાથી તીથવા ગામ તરફ જવાના રસ્તા ઉપર વાહનની સામે વાહન આવી જતા હાથનો ઈશારો કરીને વાહન પાછું લેવા માટે યુવાનને કહ્યું ત્યારે સામે વાળાએ તેને ગાળો આપી હતી અને ત્યારબાદ 4 શખ્સો દ્વારા તેને માર મરવામાં આવ્યો હતો. તીથવા ગામે રહેતા તોફીકભાઈ અબ્દુલભાઈ ગઢવારાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલામહુસેન આહમદ ખાન, હુસેન આહમદ ખાન સાકીર ગુલામભાઈ અને રજાક આહમદભાઈ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, પાંચ દ્વારકા ગામથી તીથવા ગામ તરફ જવાના નદી વાળા જૂના રસ્તે વાહન લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે ગુલામહુસેન આહમદ ખાન તેનું વાહન લઈને સામે આવ્યો હતો. ત્યારે હાથનો ઈસારો કરીને ફરિયાદી યુવાને વાહન પાછું લેવા માટે થઈને કહ્યું હતું ત્યારે ગુલામહુસેન અહમદ ખાને તેના વાહનમાંથી નીચે ઉતરી ફરિયાદીને ગાળો આપી હતી. ત્યારે ફરિયાદી ગાળો આપવાની ના પાડતા આરોપીએ તેને ઢીકા પાટુનો માર માર્યો હતો અને અન્ય આરોપીઓએ લાકડીના ધોકા વડે હાથે પગે અને શરીરને માર માર્યો હતો તેમજ ઢીકા પાટુનો માર મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને તોફિકભાઈ ગઢવારાને ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેમણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.