હળવદ તાલુકાના જોગડ ગામની સીમમાં ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના જાબુંઆના વતની ખુમાનભાઇ રાલુભાઇ ડોડીયાર નામના ખેત શ્રમિક પોતાના બનેવી શંભુભાઇ મગનભાઇ કટારા સાથે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને જતા હતા. આ દરમિયાન ટીકર ચોકડી નજીક ખુમાનભાઇ રાલુભાઇ ડોડીયાર ટ્રોલીમાંથી પડી જતા ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.