મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કબીર ટેકરી વિસ્તારમાંથી ઓટો રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી અસગરભાઇ અબ્દુલભાઇ ચાનીયા અને ભાવેશગીરી રમણીકગીરી ગૌસ્વામી નામના શખ્સોને વિદેશી દારૂની 21 બોટલ કિંમત રૂપિયા 6300 તેમજ સી.એન.જી રીક્ષા નં.GJ-08-AV-9559 કિંમત રૂપિયા 50 હજાર સહિત કુલ રૂપિયા 56,300ના મુદામાલ સાથે ઝડપી લેતા બન્ને આરોપીઓએ વિદેશી દારૂનો આ જથ્થો આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.