વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલી કાર ખોરાણા ગામ બાજુથી કુવાડવા ગામ તરફ જવાની છે. જે બાતમીના આધારે કાર નંબર-જીજે-1-ડીએ-7712 પસાર થઈ રહી હતી. જેને પોલીસે રોકી હતી. કારમાં બેઠેલા બે શખ્સોને કારમાંથી નીચે ઉતારીને કાર ચેક કરવામાં આવી તો કારમાંથી 192 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી 72000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 23 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 3.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ ખાચર અને છત્રજીતભાઈ વિજયભાઈ ખાચરની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.