હળવદ વિસ્તારમાં એક ઈસમે સગીરાનું બાવડું પકડી બિભત્સ માંગણી કરી છેડતી કરતા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હળવદ વિસ્તારમાંથી આરોપી અરજણભાઇ ઉર્ફે અજો જીવરાજભાઈ રહે. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ 01 જાન્યુઆરીના આરોપીએ ભોગ બનનાર સગીર વયની હોવાનુ જાણતો હોવા છતાં ફરીયાદીની સગીર વયની દીકરીનું બાવડુ પકડી શારીરીક અડપલા કરી તેમજ બીભત્સ માંગણી કરી છેડતી કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૫૪(એ) પોક્સો એક્ટ કલમ -૧૨ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.