મોરબી-હળવદ હાઈવે રોડ પર આંદેણા ગામની સીમમાં રોડ ઉપર રામદેવ હોટલ સામેથી ઓટો રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. આંદેણા ગામની સીમમાં રોડ ઉપર રામદેવ હોટલ સામે આરોપી ભરતસિંહ અભેસિંહ વાઘેલા રહે. બનાસકાંઠા વાળો પોતાના હવાલા વાળી ઓટો રીક્ષા રજીસ્ટર નંબર-GJ-24-W8142 કિંમત રૂપિયા 1,00,00 વાળીમાં વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-92 કિંમત રૂપિયા 27600 એમ કુલ કિંમત રૂપિયા 1,27,600ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.