મોરબી: આંદરણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષામાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન બાતમીવાળી સીએનજી રિક્ષા નંબર GJ-08-AV-6287 વાળી નીકળતા તેને ઉભી રાખવા ઇશારો કરતા રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઇ ભાગવા જતા તેનો પીછો કરી રીક્ષાને આંતરી ઉભી રખાવી ચેક કરતા તેમાં બે ઇસમો બેઠેલા હોય અને રીક્ષાની પાછળની સીટ નીચે તથા ડ્રાઇવર સીટ નીચેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-92 કિંમત રૂપિયા 28,800 તેમજ રીક્ષા કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ રૂપિયા 1,28,800નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમો વનરાજસિંહ છનુભા વાઘેલા અને યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.