વાંકાનેર: અગાભી પીપળીયા ગામની સીમમાં ઢોર બાંધવાની ગમાણમાંથી દારૂની બોટલો પકડાઈ

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી ઢોર બાંધવાની ગમાણમા છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ એક શખ્સને દબોચી લીધો હતો. જ્યારે દારૂ સપ્લાયરનું નામ પણ સામે આવ્યું હતું. અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીએ આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાએ ઢોર બાંધવાની ગમાણમા વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા ગમાણમાંથી વિદેશી દારૂની 750 મીલીની 28 અને 180 મીલીની 167 બોટલ કિંમત રૂપિયા 27,180નો જથ્થો મળી આવતા પોલીસે આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની અટકાયત કરી દારૂનો જથ્થો કબ્જે લીધો હતો. આ સાથે જ આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની પૂછતાછ કરતા વિદેશી દારૂની આ જથ્થો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામના કલ્પેશભાઈ ખાચર પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે કલ્પેશ ખાચરને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.