મોરબી: અધિક કલેકટર તરીકે એસ.જે.ખાચરની નિમણૂંક કરાઈ

Advertisement
Advertisement

રાજ્ય સરકાર દ્વારા જીએએસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. જેમાં મોરબી અધિક કલેકટરની ખાલી પડેલી જગ્યા પર રાજકોટના એડિશનલ ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરની નિમણુંક કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ બદલી ઓર્ડર અંતર્ગત રાજકોટના એડિશનલ કલેકટર એસ.જે.ખાચરને એડિશનલ કલેકટર મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. ત્રણેક વર્ષ પહેલા એસ.જે.ખાચર મોરબી પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ પણ બજાવી ચુક્યા છે.