વાંકાનેર: સતાપર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના સતાપર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આં તકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમા આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેક અપ, વન વિભાગ દ્વારા રોપા વિતરણ તેમજ સેવા સદન કચેરી દ્વારા આધારકાર્ડ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

વાંકાનેર : તાલુકાના સતાપર ખાતે ગતકાલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળેલ છે તેઓએ પોતાને મળેલ લાભની માહિતી આપી હતી તો કાર્યક્રમમાં ઉપસ્થિત રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ,  મામલતદાર યુ.વી. કાનાણી , તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખનાં પ્રતિનિધિ તરીકે હરૂભા ઝાલા , તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીજ્ઞાશાબેન મેર સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામજનોને સ્થળ પર જ અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગ, વન વિભાગ, ખેતીવાડી વિભાગ , સેવા સદન વગેરે વિભાગોના કર્મચારીઓ દ્વારા લોકોને જરૂરી સેવાઓ પૂરી પાડી હતી.

આ તકે સતાપર ગામની શાળામાં અભ્યાસ કરી તે જ ગામમાં તલાટી મંત્રી તરીકે વરણી થયેલા તેમજ બીજા દેશની રક્ષા માટે સરહદે ભારતીય આર્મીમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીનું રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં સાંસદે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા વિકાસ ગાથા વર્ણવી હતી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને વડાપ્રધાનની ગેરંટી ની વાત કરી હતી. વડાપ્રધાન દ્વારા આજ સુધી જે જે ગેરંટી આપવામાં આવી છે તે કરી બતાવ્યું છે તેમાં કોઈ સંદેહ નથી. અંતમાં ઉપસ્થિત તમામ સંકલ્પ કર્યો હતો અને મોદીની ગેરંટી આપતી ટુંકી ફિલ્મ નિહાળવામાં આવી હતી.