મોરબીના ધરમપુર ગામ નજીકથી એલસીબી ટીમે દેશી બનાવટના તમંચા સાથે યુવાનને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ધરમપુર નજીકથી આરોપી મકસુદભાઈ ઉર્ફે ટાલો મુસાભાઈ ચૌહાણ નામના યુવાનને દેશી હાથ બનાવટના તમંચો કિંમત રૂપીયા 5000 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.