વાંકાનેરમાં આગામી તારીખ 14 જાન્યુઆરીના મકરસંક્રાતિના દિવસે માંધાતા પ્રાગટ્ય દિવસે પરંપરા મુજબ ભગવાન માંધાતાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેના અનુસંધાને આ વર્ષે પણ શોભાયાત્રા નીકળશે. ત્યારે શોભાયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે માંધાતા મંદિર જીનપરા ખાતે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને હોદ્દેદારોની મિટિંગ યોજાઈ હતી. મિટિંગમાં વાંકાનેર શહેરમાં જીનપરા , વિસ્તાર, ખડીપરા, મિલપ્લોટ, વિશીપરા, કુંભારપરા વિસ્તાર સહિત અને કોળી સમાજના વાંકાનેર તાલુકાના ગામોમાં માંઘાતા પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તકે ગ્રુપના હોદ્દેદારો દ્વારા રમેશભાઈ મકવાણાનું વિશેષરૂપે સન્માન કર્યું હતું.