મોરબી: કામધંધો ન ચાલતા યુવાને ફીનાઈલ પી લેતા સારવારમાં

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડી ભડીયાદ કાંટા પાસે રહેતા યુવાનનો કામ ધંધો ચાલતો ન હતો. જેથી મહેશભાઈ ભાણજીભાઈ ડાભી ટેન્શનમાં રહેતો હોય અને દરમિયાન ફિનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહેશભાઈનો કામ ધંધો ચાલતો ન હોવાથી તે ટેન્શનમાં રહેતા હતા અને દરમિયાન તેણે ફિનાઇલ પી લીધેલ છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે તેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે