મોરબી: મફતીયાપરામાં જુના ગોર ખીજડીયા ગામ તરફના રસ્તા પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા મફતીયાપરામાં જુના ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તા પાસેથી મોરબી એસઓજી ટીમે દેશી હાથ બનાવટના ડબલ બેરલ તમંચા સાથે માળીયાના વતની એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં દેશી હાથ બનાવટનો તમંચો કચ્છના એક ઈસમ પાસેથી મેળવેલ હોવાનું ખુલતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ હથિયારધારા હેઠળ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. મોરબી એસઓજી ટીમને મળેલ બાતમીને આધારે એસઓજી ટીમે વીસીપરા વિસ્તારમાં આવેલ મફતીયાપરા નજીક જુના ગોર ખીજડીયા જવાના રસ્તે સિકંદરભાઈની ઓરડી પાસેથી આરોપી દીનમામદ તાજમામદ ભટ્ટી, રહે.હાલ કાલાવડ જી.જામનગર મૂળ રહે. મુલતાનશાપીરની દરગાહ માળીયા વાળાને દેશી હાથ બનાવટના ડબલ બેરલ તમંચો કિંમત રૂપિયા 10 હજાર સાથે ઝડપી લીધો હતો.