ભારતીય લોકતંત્રના મંદિર સમાન નવા સંસદ ભવનમાં અંધાધૂંધી મચાવનાર બે યુવકોને હિંમતભેર પકડી સુરક્ષાકર્મીઓ ને હવાલે કરનાર રાજકોટના સાંસદનો શોર્ય કીર્તિ સન્માન સમારોહ યોજાયો
વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત અનેક મહાનુભાવોનું જાજરમાન સન્માન કરાયું
વાંકાનેર : ભારતીય લોકતંત્રના મંદિર સમાન નવા સંસદ ભવનની ગરિમાને કલંકિત કરનારા તેમજ સંસદભવનમાં અંધાધૂંધી મચાવવા દર્શક દિર્ધા માથી કૂદીને બે યુવકો સાંસદો તરફ આગળ વધ્યા એવા સમયે ત્વરિત હિંમત અને કુનેહ દાખવી હોબાળો મચાવવા આવેલા બને યુવકોને રોકવાનું બહાદુરીપૂર્ણ કાર્ય કરી દેશની સંસદ ભવનની ગરિમાને કાયમ રાખનાર રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનો વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ તથા ભાજપ પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેઠરિયા, મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખ હંસાબેન પારઘી સહિત જિલ્લા તથા તાલુકાના હોદેદારો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું વાંકાનેરના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ.
આ તકે મોહનભાઈ કુંડારિયાને આશીર્વાદ આપવા વાંકાનેરના ધાર્મિક સ્થાનોના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
સન્માન સમારોહમા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મેં જે કાર્ય કર્યું હતું તે મારી ફરજ હતી જે દરેક ભારતીયની છે. દેશની એકતા અને અખંડિતતા માટે દેશ દાઝ રાખવી જોઇએ જ જ્યારે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મોહનભાઈએ હિંમત દાખવી દેશના લોકતંત્રના મંદિર સમાન સંસદ ભવનની ગરિમાને જાળવી રાખવા પોતાની જાનનાં જોખમે જે કાર્ય કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. વધુમાં સાંસદ ઝાલાએ જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ તરીકે ટકોરા મારીને પસંદગી કરવામાં આવી છે જેનો જીવતો જાગતો દાખલો છે.

કાર્યક્રમમાં હાજર અગ્રણીઓ તેમજ પ્રજાજનો દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયાનું વ્યક્તિગત સન્માન કરાયું હતું અને દરેક સમાજના અગ્રણીઓ અને કાર્યકરો તેમજ ઉપસ્થિત પ્રજાજનોમાથી સુર ઉઠ્યો હતો કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે બાહોશ , નીડર અને લોકલાડીલા મોહનભાઈ કુંડારિયાને મેદાને ઉતારવામાં આવે ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી વાતને વધાવી લીધી હતી.
આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજ્યસભામાં લોકહિતના કાર્યો માટે રાજ્યસભામાં રાજ્યમાં સૈનિક સ્કૂલ વધારવા તેમજ રેલમંત્રી ને લાંબા અંતરની સાત ટ્રેનો ને વાંકાનેર રેલવે સ્ટેશને સ્ટોપ આપવાની માંગ કરી હતી જે અંતર્ગત વેરાવળ સુરત સ્પેશિયલ ટ્રેનને વાંકાનેર સ્ટોપ આપવામાં આવેલ છે જે રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની રજૂઆત સફળ રહેતા તેમનું અદકેરું સન્માન કરવામાં આવેલ.