ટંકારા તાલુકાના ગજડી ગામે વાડીમાં કપાસના વાવતેરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરનાર વાડી માલિક, તેના મિત્ર અને વાડીના મજૂર સહિત ત્રણ વિરુદ્ધ ટંકારા પોલીસે ગુન્હો નોંધી વાડીના ભાગિયા મજૂરને પકડી પાડી બે શખ્સને ફરાર દર્શાવી કુલ રૂપિયા 25,800નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો.
ટંકારા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, ગજડી ગામે રહેતા આરોપી કાનાભાઈ રામાભાઈ જારીયા અને રાજુભાઈ હિરાભાઈ જારીયા વાડીમાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે, જે બાતમીને આધારે કાનાભાઈ જારીયાની વાડીમાં પોલીસે દરોડો પાડતા આરોપી ખેતમજૂર મદનભાઈ મેથુભાઈ માવી હાજર મળી આવતા પોલીસે કરેલી આગવી ઢબની પૂછપરછમાં ખેતમજુરે વાડીમાં કપાસમાં દારૂ બિયર છુપાવ્યો હોવાનું કબૂલી જથ્થો પોલીસને બતાવતા પોલીસે દારૂની બોટલ તેમજ બિયરના ટીન કિંમત રૂપિયા 4800 મળી કુલ 25,800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી મદનભાઈને અટકાયતમાં લઈ વાડી માલિક કાનાભાઈ તથા દારૂના ધંધાર્થી રાજુભાઈને ફરાર દર્શાવી ત્રણે વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.