મોરબી એસ.પી. રોડ વાયબ્રશન સીલેકશન દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક ઈસમનુ નાંમ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ સાનીધ્યપાર્ક વાત્સલ્ય એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૩માં રહેતા ચંદ્રેશભાઇ માવજીભાઈ વૈષ્નાણી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫ કિંમત રૂપિયા ૬૪૯૦ નાં મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી ચંદ્રેશભાઇ માવજીભાઈ વૈષ્નાણીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક ઈસમ અંકિત અરૂણભાઈ રાઠોડ રહે. વાવડી રોડ મોરબીવાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.