વાંકાનેર વિવેકાનંદ સેવા સંઘ મહિલા મોરચા દ્વારા અધિકારીઓનું સન્માન કરાયું
વાંકાનેર : વિવેકાનંદ સેવા સંઘ મહિલા મોરચા દ્વારા શહેરમાં પોલીસ અધિકારીઓ , નગરપાલિકાના ચીફ ઓફિસરનું નવા વર્ષે સન્માન કરવામાં આવેલ.
વાંકાનેર શહેરના “સ્વામી વિવેકાનંદ મહીલા સંઘ” દ્વારા વાંકાનેર શહેરના પોલીસ ઇન્સ્પેકટર પી.ડી. સોલંકી તથા મહીલા પી.એસ.આઇ.ની પ્રશસનીય કામગીરી કરવા બદલ તેમજ અન્ય મહીલા માટે પ્રેરણાદાયી બનવા બદલ પી.એસ.આઇ. ડી.વી. કાનાણીનુ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે સન્માન કરાયું. તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરિશભાઈ સરૈયા નું શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવીને નવા વર્ષે સન્માન કરવામાં આવ્યું હતું.

