ગુજરાતમાં હાલ રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત શહેર, જિલ્લા, ગ્રામ્ય વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે. ત્યારે વાંકાનેર પંથકમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ફરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભાર્થીઓને લાભ આપવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. પરંતુ છેલ્લા બે માસથી આજના આધુનિક ડિજિટલ યુગમાં ટેકનોલોજી સિસ્ટમ સાથે કરોડોના ખર્ચે બનેલા વાંકાનેરના એસટી સ્ટેન્ડમાં ઉદ્ઘાટન વાકે મુસાફરો પરેશાન રહ્યાં છે. 62 એસટી બસો અને 67 રૂટ ઉપર દોડતી એસટી બસોનું સ્ટેન્ડ તંત્રના વાંકે ધૂળધાણી થઈ રહ્યું છે. જેના પરિણામે મુસાફર પ્રજા પરેશાન બની હોય તેમ તસવીર વિકાસની વાતો કરનાર નેતાઓની છબી માટે લાલબત્તી સમાન બની છે.