રાજ્યમાં બે દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઝાકળ અને ઠંડીથી મોરબીનાં લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. તો વહેલી સવારે સ્કૂલે જતા બાળકો ગરમ ટોપી અને સ્વેટરમાં સજ્જ જોવા મળ્યા હતા. ગુજરાત રાજ્યમાં ગઈકાલ રાતથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે મોરબીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મોરબીમાં છેલ્લા 2 થી 3 દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે જેના કારણે દિવસ દરમિયાન પણ સ્વેટર અને જાકીટ નો સહારો લેવો પડી રહ્યો છે અને રાત્રીના સમયે લોકો ધાબળા અને તાપણાં તાપણા નો સહારો લઇ રહ્યા છે. આજે મોરબીમાં 12 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે. હવે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે.