હળવદની સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમોત્સવ-2024 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 1 જાન્યુઆરીથી 3 જાન્યુઆરી સુધી ત્રણ દિવસનો રમોત્સોવ યોજાયો જેમાં અલગ અલગ રમતો જેવી કે, ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ જેવી રમતોનું આયોજન કર્યું હતું. સાથે સાથે ટૂંકી દોડ, લાંબી દોડ, કોથળા દોડ, ઊંધી દોડ, લંગડી દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, દેડકા ચાલ, લીંબુ ચમચી, બિસ્કીટ ખાઉં, કુદણીયા, ચાંદલા ચોડ, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી જેવી સ્પર્ધાનું આયોજન કરેલ. આ રમતોત્સવમાં 700થી વધું વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટે સદ્દભાવના શૈક્ષણિક સંકુલ દ્વારા આ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ રમતોત્સવને સફળ બનાવવા સદભાવના વિદ્યાલયના એમડી ગિરીશભાઈ લકુમ તથા તમામ શિક્ષકો, કોચ મિત્રો અને સંચાલકોએ ભારે જહેમત ઊઠાવી હતી.