શહેરમાં એક વર્ષ અગાઉ રાજવીએ કરેલા ખાત મુર્હૂત સ્થળે થયેલ કામોનું નિરીક્ષણ કર્યું

Advertisement
Advertisement

 

વાંકાનેરમાં એક વર્ષ અગાઉ કરાયેલ રસ્તાઓ સહિતના ખાત મુહુર્તનાં કામો પૂર્ણ થતા સાંસદે નિરીક્ષણ કર્યું
અમુક સ્થળોએ ચીફ ઓફિસરને જરૂરી સૂચનો આપેલ જેમાં ચીફ ઓફિસર દ્વારા સૂચનો મુજબ ફેરફાર કરવામાં આવશે તેવું જણાવેલ

વાંકાનેર : શહેરની નગરપાલિકા વિસ્તારમાં અનેક રસ્તાઓ ધૂળ ધાણી બની ગયા હતા ત્યારે રાજવી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા એક જ દિવસમાં સાત સ્થળોએ રસ્તાઓના નવીનીકરણ કરવા ખાત મુર્હૂત કરવામાં આવેલ. આજે એક વર્ષ બાદ તેમાંના મોટા ભાગના રસ્તાઓ તૈયાર થઈ ગયા છે તો અમુક રસ્તાઓનું કામકાજ ચાલુ છે ત્યારે તા .3.1.2024 નાં રોજ રાજવી અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ શહેરની જાપા શેરી, અપાસરા શેરી, વોરા વાડ વિસ્તારમાં પેવર બ્લોકના કામકાજનું નિરીક્ષણ કરેલ. આ તકે જાપા શેરી, અપાસરા શેરી, વોરા વાડ વિસ્તાર  લોકો પણ સાંસદ સાથે જોડાયેલ અને તમામ રસ્તાઓનું જાત નિરીક્ષણ કરેલ. આ તકે સાંસદને જ્યા કોઈ ફેરફાર કરવો યોગ્ય લાગેલ ત્યાં સ્થળ પરથી જ પાલિકાના ચીફ ઓફિસર ગિરિશભાઈ સરૈયાને ટેલીફોનીક સૂચના આપવામાં આવી હતી.

સાંસદનાં નિરીક્ષણ સમયે ઉપસ્થિત રહેવાસીઓ દ્વારા રસ્તાઓ સાથે બીજી સમસ્યાઓ જણાવી હતી જેમાં સાંસદ ઝાલાએ તે તમામ બાકી કામો બાબતે હકારાત્મકતા દર્શાવી હતી. નિરીક્ષણ સમયે પ્રજાજનો દ્વારા કેશરીદેવસિંહ ઝાલાની ત્વરિત નિર્ણય અને સ્થળ પરથી જ પડતર પ્રશ્નોનાં નિરાકરણ લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સન્માન કરાયું હતું.