અયોધ્યા ધામ શ્રી રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલ્ક્ષમાં ભવ્ય રામધૂન સંકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. 500 વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનીને તૈયાર થઇ ગયું છે અને આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે હળવદ વિશ્વાસ હોમ-૨ ખાતે ભવ્ય રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વાસ હોમ-૨ ખાતે ભવ્ય રામધુન બપોરના 2 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. જેનો લાભ લેવા આયોજક વિશ્વાસ ગ્રુપ હળવદ દ્વારા ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.