યુવા અગ્રણીઓ દ્વારા નિવૃત્તમાન પ્રાંત અધિકારી અશોકભાઈ શિરેસિયાંને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા સમારંભમાં પ્રાંત અધિકારીનો પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
વાંકાનેર : શહેરની સેવા સદન ખાતે પ્રાંત અધિકારી તરીકે અઢી વર્ષ સુધી ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં પ્રાંત અધિકારી અશોકભાઈ શીરેસિયા નો શહેરના યુવા અગ્રણીઓ તેમજ વિવિધ સંગઠનો દ્વારા જડેશ્વર મહાદેવ મંદિર રોડ પર આવેલા ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.
સેવા સદન ખાતે અઢી વર્ષ સુધી નિષ્કલંક અને નિષ્પક્ષ પણે ફરજ બજાવી પ્રજાજનોના દિલ જીતી લેનાર કર્મનિષ્ઠ પ્રાંત અધિકારી અશોકભાઈ શીરેસિયા વય મર્યાદાના કારણે ૩૧ ડિસેમ્બરના રોજ સેવા નિવૃત્ત થયા હતા. સારી વર્તણૂક અને સુશાસન વ્યવસ્થા જાળવી સેવાડાના નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડી લાભો અપાવવા હંમેશા અગ્રેસર બની દરિદ્ર નારાયણ ને સહયોગી બની લોકોના દિલ જીતનાર અધિકારીના નિવૃત્તિથી લોકોએ ભારે હૈયે વિદાયમાન કર્યા હતા. ત્યારે શહેરના સામાજિક યુવા અગ્રણીઓ અમિત સેજપાલ , રાજ સોમાણી , કૌશલ પંડ્યા , જેકભાઈ રાજવીર , વિશાલભાઈ પટેલ વગેરે યુવા અગ્રણીઓ દ્વારા સારા અધિકારીને સોભે તેવો વિદાય સમારંભ યોજ્યો હતો. જેમાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, રામધામના કર્તાહર્તા વિનુભાઇ કટારીયા , કિશાન મોરચાનાં મંત્રી કાનાભાઈ ગમારા સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિવૃત્ત થયેલા અશોકભાઈ શિરેસિયાએ ઉપસ્થિત લોકોને ભારે હૃદયે જણાવ્યું હતું કે કારકિર્દીમાં વાંકાનેરની જનતાનો પ્રેમ હંમેશા યાદ રહેશે. વાંકાનેરમાં ફરજ દરમ્યાન નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડી લાભો અપાવવા હંમેશા પ્રયાસો કર્યા હતા જે મારા જીવનની મૂડી માનું છું. જ્યારે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા પ્રાંત અધિકારી ને વિદાયમાન કરતા પાઘડી પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું અને જણાવ્યું હતું કે અઢી વર્ષની કારકિર્દીમાં વાંકાનેરની જનતાનો પ્રેમ જીત્યો છે નાત જાતના ભેદભાવ વગર નાના મોટા બધાને એકસરખો ન્યાય આપી લોકોની સુખાકારી માટે હંમેશા અગ્રેસર રહ્યા હતા. તેમની કામ કરવાની ક્ષમતા, આવડત અને અનુભવનો વાંકાનેની જનતાને લાભ મળ્યો છે.
યુવા અગ્રણીઓ દ્વારા આયોજિત વિદાય સમારંભમાં પ્રાંત અધિકારીનો પરિવાર પણ ઉપસ્થિત રહેલ સાથે શહેરના વિવિધ સંગઠનો જેવા કે કિરાણા એસોસિયેશન , કાપડ એશોસિયેશન , ડોકટરો , એડવોકેટ સહિત અનેક સંગઠનો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને ફૂલહાર પહેરાવી સન્માન કરી વિદાય આપેલ.

