મોરબી: ધરમપુર ગામે સ્કૂલમાં ત્રાટક્યા તસ્કરો, 85 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર

Advertisement
Advertisement

 

મોરબીના ધરમપુર ગામની સીમમાં મોરબી કંડલા હાઈવે જે.કે. ભડીયા પાસે સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલની મેનેજમેન્ટ ઓફિસની બારી તોડી છ ઈસમોએ મેનેજમેન્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગુરૂકુળના વિદ્યાર્થીઓની સ્કુલ ફી પેટેના રોકડ રૂપિયા ૮૫૦૦૦ના મતામાંલની ચોરી કરી લઇ ગયા હતા. મોરબીના રેલવે સ્ટેશન રોડ પર અક્ષરધામ પાર્કમા રહેતા ઇશ્વરભાઇ કરશનભાઇ કૈલાએ આરોપી સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા છ ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 25 ડિસેમ્બરના ફરીયાદી સેવા આપતા તે ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરૂકુળમાં સી.સી.ટી.વીમાં દેખાતા અજાણ્યા છ ચોર ઇસમો સ્કુલ બિલ્ડીમાં રાત્રી દરમ્યાન દિવાલ ટપી પ્રવેશ કરી સ્કુલ બિલ્ડીંગની મેનેજમેન્ટ ઓફીસની બારી તોડી મેનેજમેન્ટ ઓફીસમાં પ્રવેશ કરી ગુરૂકુળના વિદ્યાર્થીઓની સ્કુલ ફી પેટેના રોકડ રૂપિયા ૮૫,૦૦૦ની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. જેથી આ બનાવ અંગે ઇશ્વરભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.