મોરબીના ગાંધીચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જનતાને 450માં ગેસ સિલેન્ડર આપવા અને દરેક મહિલાઓને 3000 સન્માન રાશી આપવાની માંગ ઉઠાવી છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઊડાવવાવાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહત આપી છે. છેલ્લા ૩૦ વર્ષથી ભાજપને ખોબલેને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે. આથી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જીલ્લામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઊપસ્થીતમાં ગુજરાતની જનતાને રૂ.450 માં ગેસ સિલેન્ડર આપવા અને દરેક મહિલાઓને 3000 સન્માન રાશી આપવાની માંગ સાથે મોરબીના ગાંધીચોક ખાતે આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતના હોદેદારો અને કાર્યકરો તેમજ અગ્રણીઓ અને મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.