ડૉ.જગદીશ ત્રિવેદીએ PM મોદીનો આભાર માનતો પત્ર અને 11,11,111 રૂપિયાનું દાન મોકલ્યું

Advertisement
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર, લેખક અને સમાજ સેવક ડો.જગદીશ ત્રિવેદીની સમાજ સેવા વિશે વાત કરી હતી. અને ભરપુર પ્રશંસા કરી હતી. આ સન્માનથી અત્યંત પ્રસન્ન થઈને ડૉ.જગદીશ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીનો આભારપત્ર અને PM CARES FUNDમાં 11,11,111/-( અગીયાર લાખ અગીયાર હજાર એકસો અગીયાર રુપિયા )નું દાન રવાના કરેલ છે. વડાપ્રધાન કાર્યાલય વતી સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુજપરાએ આ પત્ર અને ચેકનો સ્વીકાર કર્યો હતો.