મોરબી: લક્ષ્મીનગરની સીમમાં ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લક્ષ્મીનગર હાઈવે પર એક કાર નંબર-જીજે-18-બીએચ-4474 શંકાસ્પદ હાલતમાં નીકળતા ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જોકે કાર ચાલક કાર લઈને મોરબી તરફ ભાગવા જતા કારનો પીછો કરતા લક્ષ્મીનગર ગામની સીમમાં આંતરી લીધી હતી. જેથી કારમાં રહેલા સાત ઈસમો અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા હતા. જેથી પોલીસે આરોપી કૈલાસ પારસીંગ ભુરીયા, પ્યારસિંગ ઉર્ફે ભગત રણજીત વસુનીયા અને જયદીપ રણુભાઈ બામનીયા રહે ત્રણેય મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધા હતા. જ્યારે આરોપી વિજય રૂપસિંગ ભુરીયા, મુકેશ દલસિંગ અમલીયાર, પપ્પુ બુલુર આદિવાસી અને ભાયા નકતા આદિવાસી રહે ચારેય મધ્યપ્રદેશ વાળા નાસી ગયા હતા. ઝડપાયેલા ત્રણ ઈસમો પાસેથી પોલીસે લોખંડનું મોટું કટર, લોખંડનો સળીયો, અન્ય નાના મોટા હથિયાર અને કાર સહિત કુલ રૂપિયા ૧.૧૦ લાખનો મુદામાલ કબજે લીધો છે. ગેંગ બનાવી આ ઈસમો ધાડ પાડવાની પેરવીમાં હોય જે ગુનાને અંજામ આપે તે પૂર્વે ઝડપી લેવામાં આવ્યા છે. તો ફરાર ઇસમોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.