પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર, લેખક અને સમાજ સેવક ડો.જગદીશ ત્રિવેદીની સમાજ સેવા વિશે વાત કરી હતી. અને ભરપુર પ્રશંસા કરી હતી. આ સન્માનથી અત્યંત પ્રસન્ન થઈને ડૉ.જગદીશ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીનો આભારપત્ર અને PM CARES FUNDમાં 11,11,111/-( અગીયાર લાખ અગીયાર હજાર એકસો અગીયાર રુપિયા )નું દાન રવાના કરેલ છે. વડાપ્રધાન કાર્યાલય વતી સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુજપરાએ આ પત્ર અને ચેકનો સ્વીકાર કર્યો હતો.