હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં ગળતીની પાણી ભરેલ ખાડીમાં ડુબી જતાં એકનું મોત નિપજ્યું છે. ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ નારણભાઇ તડવી સુખપર ગામની સીમમા ગળતીની પાણી ભરેલ ખાડીમા માછલી પકડવા તેમજ ન્હાવા માટે અવારનવાર જતા હતા. જોકે એવા કારણોસર મરણજનાર ખાડીમા ભરેલ પાણીમા પડી જતા પાણીમા ડુબી જવાથી પ્રૌઢ ભીમજીભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.