પાકીટ સાથે મોબાઈલ સહિતનો કિંમતી મુદ્દામાલ ગુમાવનારે સંપર્ક કરવા અનુરોધ

ટંંકારા તાલુકાના મિતાણાથી વાયા વાલાસણથી વાંકાનેર જતા રોડ પર થી એક રોકડ નાણા ભરેલુ પર્સ (પાકિટ) સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ ટંંકારાના અનવરભાઈ ફકીર ને મળેલ છે. જે કોઈ ની વસ્તુ ખોવાયેલ હોય તેઓએ યોગ્ય ખાત્રી આપી મેળવી લેવા અનવરભાઈ એ તેમના મોબાઈલ નંબર 99746 97289 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
અત્રે સાધારણ પરીવારના અનવરભાઈ ફકીર ની સરાહના કરવી જોઈએ કારણકે આ પોતે કોઈ તવંગર નથી પરંતુ એમની નિયત સાફ અને પ્રમાણિક છે.. તેઓ પોતાને મળેલી માલમતા મૂળ માલિક સુધી પહોંચાડવા પોતે પ્રયાસ કરી રહ્યા છે.