વાંકાનેર પંથકમાં તાજેતરમાં દીપડાના આટા ફેરા વધી રહ્યા છે જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગત રાત્રીના વાંકાનેરના દીધલીયા ગામે દીપડા એ દેખાદીધી હતીએ અને પાંચ પશુનું મારણ કર્યું હોવાની માહિતી મળી છે
વાંકાનેર પંથકમાં દીપડાએ દેખા દીધી હોવાના અનેક બનાવો બની રહ્યા છે તો તાજેતરમાં રામપર વીડી આસપાસના ગામોમાં દીપડાના આટા ફેરા વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગત રાત્રીના વાંકાનેરના દિધલિયા ગામે દીપડા ખેડુત ખોરજીયા નૂરમહંમદ અલાઉદીભાઈના વાડામાં ચડી આવી ચાર ઘેટાં અને એક પાડાનું મારણ કર્યું હતું તો દિપડાએ અન્ય એક ઘેટા તથા પાડી પર હુમલો કર્યો હોવાની પણ માહિતી મળી છે.દિધલિયામાં દીપડો ચડી આવ્યો હોવાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે તો વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ દીપડાને પકડી પાડવા માટે કામે લાગી છે દિપડાના આંટાફેરાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે