વાંકાનેર: તીથવા ગામે જમણવારનું આમંત્રણ ન આપતા યુવક પર હુમલો

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના તીથવા ગામે માતાજીના પ્રસંગે જમણવારમાં વાડી-પાડોશીને જમણવારનું આમંત્રણ ન આપતા આરોપીએ ફોન કરી અપશબ્દો કહી પોતાના ઘરે બોલાવી યુવક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તીથવા ગામે લાલશાનગર ધારે રહેતા રમેશભાઈ ખીમજીભાઈ મેસરીયાએ આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ આઘારા તથા ગોવિંદભાઈ કાનાભાઈ આઘારા સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓએ માતાજીના જમણવારના પ્રસંગમા આરોપીઓને આમંત્રણ આપેલ ન હોય જેનુ મનદુખ રાખી આરોપી ભરત ગોંવિદભાઈએ ફરીયાદીને ફોનમાં અપશબ્દો કહી રમેશભાઈના દીકરા રોનક રમેશભાઈએ આરોપીના ઘરે જઈ વાતચીત કરતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી ભરત અઘારાએ લોંખડના પાઈપ વડે રોનકને નાકના ભાગે તથા કપાળના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજાઓ પોહચાડી હતી. અને આરોપી ગોંવિદ કાનાભાઈએ રોનકને લોંખડના પાઈપ વડે જમણા હાથમા મુઢ ઈજા પોહચાડી બન્ને આરોપીઓએ રમેશભાઈ તથા તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ વાંકાનેર ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરેલ છે. હાલ રમેશભાઈ મેસરીયાએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુક પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.