મોરબી સિરામીક સીટીમાથી યુવતી ઘરેથી નીકળી આજ દિન સુધી પરત ન ફરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયેલ હોવાની ફરીયાદ નોંધાઈ છે. સિરામિક સિટી એલ-4 બ્લો નં-303મા રહેતા સુનીલભાઈ ગીરીશભાઈ દવેએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ 21 ડિસેમ્બરના સવારના પોણા બારેક વાગ્યાની આસપાસ ફરીયાદીના પત્ની અંબિકાબેન સુનીલભાઈ દવે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળીયા બાદ જે આજદિન સુધી ઘરે પરત ન આવતાં ગુમ થયાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. ગુમ થયેલ વ્યક્તિ ઘઉં વર્ણ વાને તથા તેઓની ઉંચાઈ આશરે સાડા પાંચ ફુટની હોય અને તેઓએ ગુલાબી કલરનુ ટોપ પહેર્યું છે તે ગુજરાતી તથા હિન્દી અને કર્ણાટકી ભાષા જાણે છે. જો આ વ્યક્તિ દેખાઈ તો મોરબી પોલીસને જાણ કરવી.