ટંકારામા જૈનસંઘ દ્વારા આરાધના મહોત્સવ આયંબીલ નુ આયોજન.

Advertisement
Advertisement
જૈનસંપ્રદાયના જૈનમુનીઓની ટંકારામા પધરામણી થવા લાગી.
ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઈ મહાસતિજી ની ૨૪મી પુણ્ય તિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્ય સ્વભાવી મા સ્વામી વિજ્યાબાઈ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે ટંંકારા સ્થાનકવાસી જૈન સંઘ અને મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા અપાસરા ખાતે પુણ્યાત્માની પૂણ્યતિથી અને આરાધના મહોત્સવનુ ધર્મ ને અનુરૂપ સળંગ પાંચ દિવસ સુધી જૈન ધર્મ મુજબ પૂણ્ય કમાવવા નુ અનોખું આયોજન કરાયુ છે.
ટંકારા સ્થાનકવાસી જૈનસંઘ તથા મહોત્સવના લાભાર્થી  પ.પુ. માતુશ્રી જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરીવાર દ્વારા જૈન શાસનમા ટંકારા જેનાથી ગૌરવવંતુ છે તેવા સાત – સાત સતિ રત્નો અને બે – બે સંતોના સંસ્કારથી ધર્મ પ્રભાવ ની પુણ્યભુમીએ ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઈ મહાસતિજી ની ૨૪મી પુણ્યતિથિ તથા પ.પુ.બા.બ્ર.સૌમ્યસ્વભાવી મા સ્વામી વિજ્યાબાઈ મહાસતિજી ની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે સ્થાનક વાસી અપાસરા ખાતે સળંગ પાંચ દિવસીય જૈન ધર્મ મા આરાધના નુ મહત્વ વિશેષ હોવાથી આરાધના મહોત્સવનુ આયોજન કરાયુ છે. જૈન ધર્મોત્સવ પ્રસંગે આશિર્વચન આપવા ગોંડલ સંઘાણી સંપ્રદાયના શ્રુતનિધિ પહાડી પ્રવચનકારક ૫.પુ.બા.બ્ર. સાધનાબાઈ મહાસતિજી વ્યાખ્યાન વાચસ્પતી બા.બ. રાજેશ્વરીબાઈ મહા. તથા હંસાબાઈ મહાસતિજી બા.બ્ર. નંદાબાઈ મહા.,આદિઠાણા  સહિતના ટંકારા પધારી ચુક્યા છે.લાભ લેવા જૈન જૈનેતરને ટંકારા સંઘ-ગાંધી પરીવાર દ્વારા નિમંત્રણ પાઠવવામા આવેલ છે.  કાર્યક્રમ ની રૂપરેખા મુજબ તા.૪ થી જાન્યુઆરી ગુરૂવારે આયંબીલ શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય આયંબીલશાળામા, શુક્રવારે બેસણુ, શનિવારે એકાસણુ, રવિવારે પુણ્ય પ્રાપ્ત દિવસે સવારે નવ વાગ્યે વ્યાખ્યાન,  સ્મુતી વંદના, મહાનુભાવોનુ સન્માન, શબ્દાજંલી, જે.જે. એયુએસ દ્વારા જરૂરીયાતમંદને રાશનકીટ,ગરમ કપડા નુ વિતરણ, ટંકારા પાંજરાપોળ મુંગા પશુધનને ખાણ,મહા માંગલિક, નવકારશી સંઘ જમણ, છેલ્લા દિવસે સોમવારે ઉપવાસ થકી જૈનો દ્વારા વિશેષ આરાધના કરવામા આવશે. ઉપરાંત , તા. ૧ જાન્યુઆરીથી તા.૧૫ જાન્યુઆરી સુધી દરરોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ પ્રવચન સામાયિક,સાંજે પ્રતિક્રમણ અને રાત્રે જ્ઞાન ધર્મ ચર્ચા યોજાશે.