હળવદ: ઘનશ્યામપુર ગામે પિતાએ મોબાઈલ લઈ લેતા યુવતીએ દવા પી લીધી

Advertisement
Advertisement

 

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે બાબુભાઇ કરશનભાઇ રાજપુતની વાડીયે રહી ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં મોબાઈલ ફોનના કારણે માથાકૂટ થઈ હતી. જેમાં ખેતમજુર જગનભાઇ નંદુભાઇ નાયક રહે-ઢાંઢેણીયા તા-નસવાડી જી-છોટાઉદેપુર પિતાએ પોતાની પુત્રી રીનાબેન જગનભાઇ નાયક પાસેથી મોબાઈલ ફોન લઇ લેતા યુવતીને લાગી આવતા નીંદામણમાં છાંટવાની બાસાલીન નામની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.